અબ્રાહમ લિંકન

Abraham Lincoln book
Abraham Lincoln

અબ્રાહમ લિંકન

લેખક-પ્રદીપ પંડ્યા
એવા લોકો કે જેમની કાબેલિયત એ આખા રાષ્ટ્ર ની દિશા બદલી નાખી,એવા લોકો કે જેમને પોતાની મહત્વાકાંક્ષાઓ ને બેકાબુ બનવા ના દીધી,આવા બધા લોકો ઈતિહાસ માં કડી ભૂલતા જ નથી અને તેથી તેઓ મહાન કેહવાય છે.
અમેરિકા ના સોળમાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અન આ જ સાંકળ ની એક કડી હતા.ગરીબી માં જન્મેલા લિંકન ને શિક્ષણ ના નામે પંદર વર્ષ ની ઉમરમાં ફક્ત અક્ષરજ્ઞાન જ પ્રાપ્ત થયું હતુ,પરંતુ ભણવા ની અદ્ભ્ય ઈચ્છા ને લીધે જ તેમને ભણવાનું ચાલુ રાખ્યુ.જીવન નો સંઘર્ષ તે વખત ની ગુલામીના રીવાજ ની સામેની લડાઈ માં તેઓ વિધાનસભા ના સદસ્ય બન્યાની અને રાજનીતિ ની ટોચે પહોચવાની બાબત અને એક વાર નહિ પરંતુ બબ્બે વાર અમેરિકા ના રાષ્ટ્રપતિ બન્યા.

Abraham Lincoln

Rs.110

E ક્સ્પ્રેસન

Suresh Dalal's Expresion
Suresh Dalal’s Expresion

 

શ્યામ! તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે!
C.C.I.,Oberoi-એમાં જે joy મળે.
યમુના નો ઘટ શી વિસાત છે!

રાધાનો પ્રેમ એતો જુનું ખરજવું :
એક ગોપી છે નવી નક્કોર!
શાને જઈ મીરાને ઘૂંઘટ માં મળવું:
નફફટ અજવાળામાં રાતે બપ્પોર.

શ્યામ! તમને જીનમાં જોયાનું જરી યાદ છે!
જરીપુરાણા થયા મોરમુઘટ-પીતાંબર :
વાંસળીનો ખુલો આપઘાત છે.

ઢોલીના ઢોલમાં સુરની આ લાશ તારે :
ઘુવડ આનંદની કરે કીકીયારી
કોયલ તો લયના કુવામાં લપાઈ ગઈ :
માનગાનતાનની પાન-પિચકારી

શ્યામ મારો ક્લબના કદંબમાં રળિયાત છે!
શ્યામ મારો કલબના ક-દંભમાં રળિયાત છે!

– E ક્સ્પ્રેસન
– કિંમત 200/-
– સુરેશ દલાલ
– www.booksonclick.com

http://www.booksonclick.com/suresh-dalal-m-63.html

Shunyamathi Sarjan “રશ્મિ બંસલ”

Connect Dots
Shunyamathi Sarjen
‘શૂન્યમાંથી સર્જન’ એટલે રશ્મિ બંસલ લિખિત ‘Connect The Dots’ નો ભાવવાહી ભાવાનુવાદ.ભારેખમ ભણતર અને M.B.A. જેવી ફાંકડી ડીગ્રીઓ વગર ખુદની કેદી કંડારનાર વીસ સાહસિક ઉદ્યોગપતિઓની અહીં રોચક વાતો છે.સફળ થવાની ખ્વાઇશ,કૈંક જુદું કરીને જીવન જીવવા જેવું બનવાની પ્રબળ ઇચ્છાથી તેમને નાનકડા ધંધા શરુ કરવાની હિંમત કરી.
ધંધામાં સફળ થવા માટે પૈસાદાર પપ્પા,ભારેખમ ભણતર  અને ડરામણી ડીગ્રીઓ કરતા વધુ જરૂર છે બુદ્ધિ,હૈયાની હામ અને આગવી કોઠાસુજ્હની!

Sunya Mathi Sarjan

Rs.150

http://www.booksonclick.com/sunya-mathi-sarjan-p-2442.html

શ્વાસની એકલતા ચંદ્રકાંત બક્ષી

Swasni_Ekalta
Shwas ni Ekalta

છેલ્લા દિવસો આપણે હાથ પકડીને ચાલતા હતા,આંખો ઝાંખી પડી રહી અને પગ તૂટી રહ્યા હતા ત્યારે અને શરૂના દિવસોમાં આપણે હાથ પકડીને ચાલ્યા હતા,આંખોમાં આવતી કાલની ચમક હતી અને પગમાં જવાન રવાની હતી.આપણી બે હથેળીઓની વચ્ચે જિંદગીના કેટલાક દશકો દબાયા હતા ? આજે તું નથી,એ દબાતી દબાવતી હથેળી નથી,સમય પસાર થતો જાય છે,શરૂમાં ધીરે ધીરે,પછી તેજ ગતિથી અને હું વિસ્મયના પ્રાંતમાં બેહોશ થતો જાઉં છુ.

શ્વાસની એકલતા
ચંદ્રકાંત બક્ષી
કિંમત – 75.00/-
http://www.booksonclick.com/swashni-ekalta-p-2165.html

Narendra Modi – Ek Rajkiya Jivankatha (Gujarati books)

 રેલી પૂરી થઇ અને પાછા અમે હેલીકોપ્ટરમાં બેઠા.ત્યારે મોદી કેટલાક કાગળો ગોઠવી રહ્યા હતા અને તેમને મોકલાયેલા ઈ-મેઈલ્સના પ્રિન્ટઆઉટ વાંચવામાં મશગૂલ હતા.

મોદીએ કાગળો મને વાંચવા માટે આપ્યા. એક યુક્રેનિયન મહિલાએ તેમને પત્ર લખ્યો હતો.હાલમાં જ તેણીએ એક ભારતીય જોડે લગ્ન કર્યા હતા અને ધીમે ધીમે ભારતને ઓળખી રહી હતી.ગુજરાતમાં મોદીએ જે કામ કર્યું એ બદલ તે મોદીને અભિનંદન આપી રહી હતી.પરંતુ પત્ર નો મુખ્ય આશય તો 2014 ની લોકસભાની ચુંટણી જ હતો. 2005ની વાત કરતા તે કહે છે કે એ વખતે ‘ઓરેન્જ રીવોલ્યુશન’ ચાલતી હતી અને યુક્રેનમાં બદલાવ લાવવાની તેમને તક હતી, પરંતુ બધું સમાપ્ત થઇ ગયું. જો તમને ભારતમાં બદલાવ લાવવાની તક મળે તો તે ગુમાવશો નહિ અને અમને નિરાશ કરશો નહિ. કેમ કે તમારા સિવાય બીજું કોઈ નથી જે આ કામ કરી શકે.

જો 2014ની ચુંટણીમાં મોદી વડાપ્રધાન બનીને 7-રેસકોર્સ પરના ભવ્ય બંગલામાં રહેવા જશે, તો ગુજરાતના વડનગરથી આવેલા પછાત વર્ગના એક ગરીબ છોકરાની લાંબી અને અણધારી સફરનો અંત આવશે!

– કિંમત – 399 .00